ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસુ જામી રહ્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાતા સૌ કોઇમાં ખુશીની લહેર ફરી વળી છે. શહેરીજનોને ગરમીથી રાહત મળી છે, તો ખેડૂતોમાં પણ હરખ જોવા મળી રહ્યો છે. રાજ્યના જૂનાગઢ, પાટણ, કરજણ, ઉના , બગસરા, ઓલપાડ , માળીયા હાટીના, ગોંડલ, રાજકોટ, ધારીમાં સારો વરસાદ વરસતા લાગે છે જાણે ચોમાસાએ જમાવટ બોલાવવાનું શરૂ કર્યું છે.